22 10 2009

==========

557

અંતિમ આશા!

શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

=========================

છોને આજે આપણે મોટા છૈયે,તો શું?

ચાલો આજે નાનાં નાનાં બાળક થઈને

ફેરફૂદડી ફરીએ,અલક ચલાણું રમીએ.

મમ્મી પપ્પા મમ્મી પપ્પા બોલી બોલી

ગામ આખું ગજવીને ઘર માથે લઈએ.

છો લાગે સહુને ગાંડાં જેવું,ગાંડાં થઈએ.

પણ એકદા,બસ એકદા,મરતાં પહેલાં

ચાલો,આજે નાનાં નાનાં બાળક થઈને

ફેરફૂદડી ફરીએ,અલક ચલાણું રમીએ.

ઘરને ખૂણે નાનપણમાં કરેલી લીંટીઓ

શોધી બાજુમાંનવીનકોર દોરી દઈએ.

જૂની રેતીની ઢગલીઓ  જડી આવે તો

સોના વરખે મઢી દઈને,મરકી પડીએ.

બા-બાપુના ફોટા પાછળ જે છુપાવીતી

ધોળીકાળી લખોટીઓથી પાછા રમીએ.

આપ પાછું આપ બચપણ,હે ભગવન!

તારો ઉપકાર કદીયે નહીં ભૂલી જઈએ.

                                        ==========================

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: